In Top 150 Pratilipi Writers!
#Top150 #Pratilipi #Milestone
થોડા દિવસ પહેલા એક સાંજે જીતેશ દોંગાનો કોલ આવ્યો. એમણે તો એમની વાત ટૂંકમાં ને મુદ્દાસર રીતે કહી દીધી પણ તે મારા માટે ખુબ જ વિશેષ છે. કઈ રીતે વિશેષ છે એ પણ તમને સમજાવું. આપણામાંના ઘણા આખી જીંદગી કોઈ ક્ષેત્રમાં આગળ સુધી પહોંચવા માટે કે લાખોમાં એક બનવા માટે ઘસી નાખતા હોય છે. આજે હું પણ એક મનગમતા ક્ષેત્રમાં ટોપ પર પહોંચ્યો છું ને તેની ખુશી ને આભાર વ્યક્ત કરવો છે મારે.
પ્રતિલિપિ નામ અજાણ્યું નથી જ ને અહીં મારા વાચકમિત્રો માટે તો નહીં જ હોય. પ્રતિલિપિ એટલે ઓનલાઈન સેલ્ફ પબ્લિશીંગમાં એક અગ્રગણ્ય નામ. ‘ટુ મેક ઈન્ડિયા રીડ અગેઈન’ના મોટિવથી ખુબ જ નોંધનીય કાર્ય તેમની ટીમ કરે છે. તો જીતેશભાઈએ મને કોલમાં કહ્યું કે તમે અમારા બધા જ લેખકોમાંના ટોપ 150માં સ્થાન ધરાવો છો ને અમે એ માટે એક ગિફ્ટ હેમ્પર તમને મોકલવા માંગીએ છીએ. આજ સુધી મેં મારુ અમુક લખાણ પ્રતિલિપિ પર પ્રકાશિત કર્યે રાખ્યું છે પણ એ નહોતો ખ્યાલ કે કુલ વાચકો કેટલા હશે ને લેખકો કેટલા હશે. હવે આ ટોપ 150માં હોવું એ કેટલું મહત્વનું કહેવાય અને મારા માટે કેવી સિદ્ધિ કે સફળતા કહેવાય એ વિશે થોડું કહી દઉં. દર મહિને પ્રતિલિપિ પર કુલ 50 લાખ જેટલા યુઝર્સ હોય છે ને એમાંથી 1 લાખ કરતા વધુ તો લેખકોની હાજરી છે. 8 લાખથી વધુ વાર્તાઓ, કવિતાઓ અને લેખો અત્યાર સુધી વેબસાઈટ પાર ઉપલબ્ધ છે જેમાંથી મારી ફક્ત 50 કરતા ઓછી કૃતિઓએ મને આ 150 લેખકોમાં સ્થાન અપાવ્યું છે ને મને તેની અપાર ખુશી છે.
આ પોસ્ટ લખવાનો ધક્કો એટલા માટે પણ હતો કે સૌ વાચકો અને પ્રતિલિપિની ટીમને મારી કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કરવા જ રહ્યા. અને આ વર્ચ્યુલ સૃષ્ટિ સાથે પણ તો ગર્વ, ગૌરવ ને ખુશાલીની ક્ષણો વહેંચવી રહી.
પ્રતિલિપિ માટે પણ મુખ્યત્વે ઘણું બધું લખવાનું પ્લાનિંગ છે. વધુ ને વધુ લખીને સૌ સમક્ષ મુકતા રહેવાની કોશિશ કરતો રહીશ. ત્યાં સુધી વાંચતા રહો ને વંહેચતા રહો. મને આ મુકામ સુધી પહોંચાડવામાં સર્વેનો સિંહફાળો છે ને એ માટે હું ખુબ આભારી છું.
Keep reading, keep sharing! 😍
(In case, you are not in touch with it, here it is:
ને આ રહી ગિફ્ટ હેમ્પરની અમુક તસવીરો!








Comments
Post a Comment