Once Upon A Time In Hollywood
વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવુડ.
આ ફિલ્મ ચાલુ વર્ષની વન ઓફ ધ મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. તેનું કારણ? એક નહીં પણ તેના કાસ્ટલિસ્ટમાં જેટલા નામ છે તેને બમણા કરી નાખીએ એટલા કારણો છે. લિયોનાર્દો ડી કેપ્રિયો, બ્રાડ પિટ, અલ પચીનો, માર્ગોટ રોબી, ડાકોટા ફેનિન્ગ વગેરે. ઉપરથી હજી એક નામ ઉમેરવું પડે તે એટલે ફિલ્મના ડિરેક્ટર, કવેન્ટિન ટેરેન્ટિનો. બોલીવુડમાં ફરી પાછું મલ્ટીસ્ટારર ફિલ્મનું કલ્ચર આવ્યું છે કલંક, તખ્ત, ટોટલ ધમાલ, સોનચીરીયા, મુંબઈ સાગા વગેરે ફિલ્મોથી પણ હોલિવુડમાં લગભગ આ કલ્ચર અકબંધ જ હતું. એટલે જ કીલ-બિલ (‘કીલ દિલ’ નહીં.), પલ્પ ફિક્શન જેવી ફિલ્મોના નામી ડિરેક્ટર જયારે આહા પોકારી ઉઠીએ તેવી સ્ટાર કાસ્ટ સાથે આવે ત્યારે તેને મસ્ટ વોચના લિસ્ટમાં મૂકવું જ પડે. હજી આપણે ફિલ્મના સબ્જેક્ટની તો વાત જ નથી કરી. આપણે જેમ ફિલ્મ્સ માટે મુંબઈને માયાનગરી કહીએ તેવી રીતે અમેરિકાની માયાનગરી એટલે લોસ એન્જેલસ. લા લા લેન્ડ. ફિલ્મમાં હોલીવુડના 1960ના (1969 ટુ બી પ્રિસાઇઝ) સિનેમાજગતની વાત વણેલી છે એટલે વિચારી લો કે ત્યારના કેટલાય ધુરંધર કલાકારો અને ફિલ્મ્સના રેફરન્સીસથી આ ફિલ્મ ફાટફાટ થતી હશે. ટ્રેલરમાં જ અદ્દલ બ્રુસ લી જેવા દેખાતા અને બોડી લેન્ગવેજ ધરાવતા માઈક મોહને જોઈને મોં ખુલ્લું રહી જાય.
કાન (હા એ જ. કાન્સ નહીં) ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવુડ’નું સ્ક્રીનિંગ થયેલું ને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આપણે ત્યાં 15મી ઓગસ્ટે થીયેટર્સમાં આવી જશે ને સિનેરસિયાઓ ખુબ જ ઈન્તેજારમાં છે. આટઆટલા વાઉ ફેક્ટર્સ હોય તો હોય પણ કેમ નહીં! અરે ક્વેન્ટિન ટેરેન્ટિનોની તો એવી દાદાગીરી કે પોતાની દરેક ફિલ્મ કેટલામી છે એવા આંકડા સાથે તેઓ પ્રમોટ કરે. આ તેમની નવમી ફિલ્મ છે. આઠમી ફિલ્મનું તો ટાઈટલ પણ હતું ‘ધ હેટફુલ એઈટ’. જો કે તેમની દરેક ફિલ્મ ખુબ જ હિંસક અને લોહિયાળ દ્રશ્યોવાળી હોય. એ રીતે જોઈએ તો આ ફિલ્મ અલગ હોવાની. જો કે આ ફિલ્મમાં પણ એક્શન અને સ્ટંટમેનની વાત તો છે જ. બ્રાડ પિટ લિયોનાર્દોના ફ્રેન્ડ કમ સ્ટંટમેનના કિરદારમાં છે. બ્રાડ (તેનું કિરદાર જ, અફ કોર્સ) એક સમયે બ્રુસ લી સાથે ફાઈટ કરે છે. આ વિચાર જ કેટલો મજેદાર છે.
સો, બી રેડી ફોર ધ એક્સ્ટ્રાવેગેન્ઝા.





Comments
Post a Comment