કોકટેલ ઝિંદગી (મનોરંજન જગતનું નવું સરનામું: ડિજિટલ વર્લ્ડ)
કોકટેલ ઝિંદગી!
ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું પ્રથમ પ્રીમિયમ ગુજરાતી મેગેઝીન. થોડા મહિનાઓ પહેલા જ જેણે પોતાની એક વર્ષની આવરદા સફળતાપૂર્વક પુરી કરી. ટૂંક સમયમાં ખુબ જ લોકપ્રિય બની ગયેલા આ મેગેઝીન વિશે આમ તો સૌ જાણે જ છે એટલે વધુ માહિતી આપવાની જરૂર પણ નથી.
હું જયારે જયારે પણ કોકટેલ ઝિંદગી વિશે કંઈ પણ પોસ્ટ કરતો, તેમના સોશ્યલ મીડિયા પેજ પરની આર્ટિકલ્સની પોસ્ટ શેર કરતો કે નવો અંક હાથમાં આવવાની ખુશી અહીં વ્યક્ત કરતો ત્યારે બહુ બધા લોકો પૂછતાં કે આ આ શું છે, તું શા માટે શેર કરે છે ને તારી કોલમ કે લેખ એમાં છે કે આવવાનો કે એવું ઘણું બધું. તો આજે એ જ ખુશી સૌ સાથે વહેંચવાની છે.તો 'મનોરંજન જગતનું નવું સરનામું: ડિજિટલ વર્લ્ડ', આવા ટ્રેંડીંગ વિષય પરનો મારો આર્ટિકલ આ સપ્ટેમ્બર અંકમાં છે.
'કોકટેલ ઝિંદગી' સાથેનું મારું અફેક્શન તો બહુ જ પોતીકું છે. દર મહિને બાળક સમો ઉત્સાહ હોય જ. અંક આવ્યાના થોડા દિવસો સુધી જયારે પણ થોડો સમય મળી જાય તરત હાથમાં લઈને એકાદ આર્ટિકલ વાંચી લેવાનું મન થાય. એટલે જ મારા લેખની આવા સંપૂર્ણ પેકેજમાં હાજરી અનહદ આનંદની વાત છે. ખુબ જ મહેનતી ટીમ દ્વારા થતી માવજત આંખોને અને મગજ બંનેને ઠંડક આપે.
ખેર, આ મહિનાનો અંક બધા સ્ટોલ પર, ઓનલાઈન વગેરે જગ્યાઓએ ઉપલબ્ધ થઈ ગયો છે. લોકપ્રિય લેખકોનાં ખુબ જ રસપ્રદ લેખો વાંચવાની તાલાવેલી થતી હોય તો ઝટ ઝટ અંક મેળવી લો અને હું તો કહું છું કે દરેક અંક માટે બુકીંગ કરાવી લેવામાં ગુમાવવા જેવું તો કંઈ નથી જ પણ મેળવવા જેવું લખલૂટ છે.
(An article on the reach of digital entertainment world got published in the 1st International standard premium Gujarati magazine, 'Cocktail Zindagi'.)




Comments
Post a Comment