ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ (Life-line series)
એક જાણીતી વાર્તા છે કંઈક આવી રીતની. એક માણસ એક નદીના પ્રવાહમાં ડૂબી રહ્યો હતો. તેની નજીક એક મોટું લાકડું આવ્યું પણ તેણે બચવા માટે તેનો સહારો ન લીધો. તે ભગવાનનો બહુ મોટો ભક્ત હતો, તેણે વિચાર્યું કે ઈશ્વર આવીને તેને બચાવશે. એ પછી એક નાની હોડી લઈને થોડાક લોકો સામે કાંઠે જવા માટે ત્યાંથી પસાર થયા પણ પેલા માણસે તેમની પણ મદદ ન લીધી. તેણે ફરી વિચાર્યું કે ભગવાન બચાવે તો જ સાચું. જોતજોતામાં એ ડૂબી ગયો અને મરી ગયો. મર્યા પછી તેણે ભગવાનને ફરિયાદ કરી કે ‘ઈશ્વર, હું તમારો આવડો મોટો ભક્ત ને તમે મને બચાવવા પણ ન આવ્યા?’ ઈશ્વરે માથું કૂટ્યું ને જવાબ આપ્યો, ‘તને બચાવવા મેં પેલું લાકડું મોકલ્યું, એ પછી માણસો સહિત આખી હોડી મોકલી પણ તું એમાં બેઠો જ નહીં. તું શું સાક્ષાત મારી વાટ જોઈને બેઠો હતો?’ જે વ્યક્તિ આ માણસ જેવી મુર્ખામી કરે ને ભગવાન માટે ય પ્રારબ્ધ પર ભરોસો કરીને બેસી રહે તેનું કશું જ ન ઉપજે. ‘માંજી: ધ માઉન્ટન મેન’ ફિલ્મનો દશરથ માંજીનો પેલો સંવાદ- ‘તુમ ભગવાન કે ભરોસે મત બૈઠો, ક્યા પતા ભગવાન તુમ્હારે ભરોસે બૈઠા હો’ યાદ છે ને? હા, ‘વિધિનું વિધાન’, ‘નસીબમાં હોય એ જ મળે’ એ બધું સાચું પણ એમ કંઈ બેસી ન ર...


